VIDEO: અમદાવાદમાં વહેલી સાવરે જોવા મળ્યો વરસાદી માહોલ
અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી જ મકરબા, બોપલ, ઈસ્કોન ચાર રસ્તા, સેટેલાઈટ તથા ઘુમા સહિતના વિસ્તારો

અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી જ મકરબા, બોપલ, ઈસ્કોન ચાર રસ્તા, સેટેલાઈટ તથા ઘુમા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો છે..ગઈકાલે પણ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટા છવાયા ઝાપટા પડ્યા હતા..આજે પણ કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે.અમદાવાદમાં 29.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું. ગઇકાલે બોપલ, જોધપુર, બોડકદેવ, વિરાટનગર, કઠવાડા, અસારવા અને કાલુપુરમા ઝાપટા પડ્યા હતા..




