VIDEO: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, 44.4 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ સ્થળ
સોર્સ : gstv
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. 44.4 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ સ્થળ નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં પણ આકરા તાપની અસર જોવા મળી છે, જેમાં રાજકોટમાં 43.7 અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.

