VIDEO: Ahmedabad / જગદીશ વિશ્વકર્માએ ઢોલ-નગારાના નાદ સાથે કર્યું મતદાન; કહ્યું- જનતા વિકાસના કામોને જોઈને ભાજપને જંગી બહુમતીથી જીતાડશે
સોર્સ : GSTV
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જગદીશ વિશ્વકર્માએ પરંપરાગત રીતે ઢોલ-નગારાના નાદ સાથે પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સંગાથે મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે GSTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતા વિકાસના કામોને જોઈને ભાજપને જંગી બહુમતીથી જીતાડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે બહાર આવીને મતદાન કરવું જોઈએ.

