Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : International cyber fraud and human trafficking racket exposed that enslaved over 500 people

Gujarat news: 500થી વધુ લોકોને 'સાયબર ગુલામ' બનાવનાર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat news: 500થી વધુ લોકોને 'સાયબર ગુલામ' બનાવનાર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ
સોર્સ : gstv

ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતાં મોટી સફળતા મેળવી છે. સાયબર સેલે મ્યાનમારના કુખ્યાત 'KK પાર્ક'માં માફિયાઓ દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.

App Store

500 થી વધુ નાગરિકોની તસ્કરી માટે જવાબદાર

પ્રાપ્ત માહિતી અનુસાર આ કિંગપિન એક વિશાળ નેટવર્કનો વડો હતો, જે ભારત, શ્રીલંકા, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરીયા, ઈજીપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાંથી 500 થી વધુ નાગરિકોની તસ્કરી માટે જવાબદાર હતો.

આ લોકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને દુબઈ જેવા દેશોમાં મોકલીને 'સાયબર સ્લેવરી' એટલે કે સાયબર ગુલામી કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. તેમની પાસે બળજબરીથી ઓનલાઈન ફ્રોડ અને કૌભાંડો કરાવવામાં આવતા હતા.