VIDEO: Ahmedabad / સાબરમતીમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો, તમામ સુવિધા ઉપલબ્ધ થશે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના સાબરમતી ખાતે દેશનો સૌથી મોટો 'સ્ટોક એન્ડ મેઈન્ટેનન્સ ડેપો' ખૂબ જ ઝડપથી આકાર લઈ રહ્યો છે. આશરે 84 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો આ ડેપો બુલેટ ટ્રેનોના પાર્કિંગ, જાળવણી, નિરીક્ષણ અને પરીક્ષણ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટના વિકાસની સાથે અહીં વિશ્વકક્ષાની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
એક જ ડેપોમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ કોરિડોરના 3 મુખ્ય ડેપોમાં સાબરમતી ડેપો સૌથી મોટો હશે. અહીં ટ્રેનોની નિયમિત જાળવણી, સફાઈ અને રિપેરિંગ માટે અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
આધુનિક ઈન્સ્પેક્શન સિસ્ટમ
ઓટોમેટેડ વોશિંગ પ્લાન્ટ
અત્યાધુનિક વર્કશોપ
બોગી એક્સચેન્જ લાઈન
ટેસ્ટ ટ્રેક 14 થી 29 રેલ લાઇનનું વિસ્તરણ
શરૂઆતના તબક્કામાં આ ડેપોમાં કુલ 14 રેલ લાઇન કાર્યરત કરવામાં આવશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતા વધારીને કુલ 29 રેલ લાઇન સુધી વિસ્તૃત કરવામાં આવશે. બુલેટ ટ્રેનના સમગ્ર ઓપરેશન માટે આ ડેપો મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કામ કરશે, જ્યાંથી ટ્રેનો દૈનિક સેવા માટે તૈયાર થઈને નીકળશે. દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવાના સંચાલનમાં આ ડેપો ચાવીરૂપ ભૂમિકા ભજવશે અને ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિનું મોટું સોપાન સાબિત થશે.

