Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : India Global Leader in Machinery Manufacturing: 'Machine Tool Expo' to be held at Pune from September 7 to 10

VIDEO: મશીનરી ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર: પુણે ખાતે 7 થી 10 સપ્ટેમ્બરે યોજાશે 'મશીન ટૂલ એક્સપો'

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે મશીન અત્યંત આવશ્યક છે, પછી ભલે વસ્તુ નાની હોય કે મોટી. વૈશ્વિક સ્તરે મશીન કન્ઝપ્શન (વપરાશ) બાબતે ભારત ચોથા નંબરે અને ઉત્પાદનના ક્ષેત્રમાં નવમા નંબરે સ્થાન ધરાવે છે. આધુનિક યુગમાં મશીનરી ક્ષેત્રે પણ નવી ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે ત્યારે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવા માટે વિશેષ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રના પુણે ખાતે 'મશીન ટૂલ એક્સપો' અને 'ફેક્ટરી ઇક્વિપમેન્ટ એક્સપો'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. IMTMA દ્વારા આયોજિત આ વિશેષ B2B એક્સપો પુણેના PIECC, મોશી ખાતે યોજાનાર છે. આ પ્રદર્શનમાં 175થી વધુ પ્રદર્શકો ભાગ ਲੈશે અને એડવાન્સ્ડ મશીન ટૂલ્સ, રોબોટિક્સ, મેટલ કટિંગ તેમજ સ્માર્ટ ફેક્ટરી સોલ્યુશન્સનું અનોખું પ્રદર્શન કરશે. આ એક્સપોથી ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમ ભારતના મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગ જગતને આધુનિક ટેકનોલોજી અપનાવવામાં મોટો ફાયદો થશે.

App Store