Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BJP is gaining power by using machinery, Gujarati people are suffering from BJP rule: Kejriwal

મશીનરીનો દૂર ઉપયોગ કરીને સત્તા મેળવી રહ્યું છે ભાજપ, ગુજરાતી જનતા BJPના શાસનથી પીડિત: કેજરીવાલ

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કમર કસી છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે. તેઓએ અમદાવાદ એરપોર્ટ પહોંચતાની સાથે જે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. 

App Store

ગુજરાતના પ્રવાસ દરમિયાન કેજરીવાલ 7 ઝોન પ્રમાણે યોજનાર બે અલગ અલગ કાર્યકર્તા બુથ સંમેલનોમાં હાજરી આપશે. 18 જાન્યુઆરીએ અમદાવાદમાં મધ્ય ઝોન કાર્યકર્તા સંમેલન યોજાશે તો 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલન યોજાશે.

કેજરીવાલનું નિવેદન

અમદાવાદના એરપોર્ટ ખાતે કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતી જનતા ભારતીય જનતા પાર્ટીના શાસનથી પીડિત છે. હાલમાં ભારતના તમામ ખૂણા ઉપર આમ આદમી પાર્ટીનું શાસન આવે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ બની શકે તેવી સ્થિતિ ન હોવાથી હવે દેશના નાગરિકોને આમ આદમી પાર્ટી માટે આશા વધી છે.

તેમણે કહ્યું કે, ત્રણ દિવસનો ગુજરાતનો પ્રવાસ આજથી શરૂ થયો છે, જેમાં નવા કાર્યકર્તાઓ ની સાથે મુલાકાત કરીશું. કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડવાથી લઈ શપથ લેવડાવવા સુધીની પ્રક્રિયાઓ કરવામાં આવશે.

BMCમાં BJPની જીત મામલે કેજરીવાલનું નિવેદન 

તેમણે કહ્યું કે, ગડબડ કર્યા બાદ પણ ભાજપ પૂર્ણ બહુમત સુધી નથી પહોંચી શક્યું. મશીનરીનો દૂર ઉપયોગ કરીને ભાજપ સત્તા મેળવી રહ્યું છે.

બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી

કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે ગુજરાત આમ આદમીના પ્રવક્તાએ કહ્યું હતુ કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 18000થી પણ વધારે સભાઓ કરી છે, આ સભા દ્વારા ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ જોડવાનું કામ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું છે, હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર સાત ઝોનની અંદર બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરશે. જેમાં AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ હાજરી આપશે. 

બે ઝોનના કાર્યકરોને સંબોધન

'અરવિંદ કેજરીવાલ તારીખ 18 જાન્યુઆરીના રોજ અમદાવાદની અંદર મધ્યઝોન કાર્યકર્તા બૂથ સંમેલનને સંબોધશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર લોકસભાના કાર્યકરો હાજર રહેશે તો તારીખ 19 જાન્યુઆરીના રોજ પૂર્વ ઝોનમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના કાર્યકરોને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન આપશે.'

મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલ 7,8,9 ડિસેમ્બરે (2025) પણ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે હતા. સ્થાનિક ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવાના પ્રયાસો કરી રહી છે. ભાજપ અને કોંગ્રસ પણ સંગઠનને મજબૂત બનાવી વધુમાં વધુ લોકો સાથે જોડાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં આ આયોજનો કેટલા કારગર મેળવે છે તે જોવું રહ્યું.