Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : in the Bar Council, no new body formed even after 2 months of elections

VIDEO: બાર કાઉન્સિલમાં પ્રથમવાર જોવા મળી દિશાહીન સ્થિતિ, ચૂંટણીના 2 મહિના બાદ પણ નવી બોડીનું ગઠન નહીં

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્ણ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી નવી બોડીનું ગઠન ન થતા વકીલ આલમમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બાર કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમવાર આવી દિશાહીન સ્થિતિ જોવા મળી રહી છે. ચૂંટણી દ્વારા 18 પુરુષ અને 5 મહિલા વકીલો મળી કુલ 23 સભ્યોની બોડી તો તૈયાર થઈ ગઈ છે, પરંતુ ચેરમેન, વાઈસ ચેરમેન અને વિવિધ કમિટીઓની રચના હજુ બાકી છે. આ વિલંબને કારણે વકીલોના કલ્યાણકારી નિર્ણયો, નવા વકીલોની નોંધણી અને ડિસિપ્લિનરી કમિટીની મહત્વની અરજીઓ પેન્ડિંગ પડી છે. ખાસ કરીને વકીલોના નિધન બાદ મળતી મૃત્યુ સહાયના કામો અટવાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

App Store