VIDEO : 'ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો કરો', દિલ્હી બાર કાઉન્સિલના વકિલોએ દર્શાવ્યો વિરોધ
સોર્સ : gstv
બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની આગામી ચૂંટણીઓ પહેલા રાજધાનીના કાયદાકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વકીલોએ એકઠા થઈને ચૂંટણી પ્રક્રિયામાં પક્ષપાત અને અન્યાયી પ્રથાઓ અપનાવવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિરોધ કરી રહેલા વકીલોનું કહેવું છે કે, ચૂંટણીની તૈયારીઓમાં પારદર્શિતાનો અભાવ છે અને અમુક ચોક્કસ જૂથોને ફાયદો પહોંચાડવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ 'લોકશાહી બચાવો' અને 'ન્યાયી ચૂંટણીની માંગ' સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોએ માંગ કરી છે કે જો ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અને જરૂર પડ્યે અદાલતી કાર્યવાહીનો સહારો લેશે.

