Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In the Ahmedabad police action after the fake liquor scandal, 41 accused were charged under the

VIDEO: નકલી દારૂકાંડ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં, 41 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યાવાહી

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ હરકતમાં આવી છે. DGPના આદેશ પછી 18થી 21 ઓગસ્ટ દરમિયાન શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. 3 દિવસની આ કાર્યવાહી દરમિયાન પોલીસે 436 કેસ નોંધી 88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 476 આરોપીઓની અટકાયત કરી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 41 આરોપીઓ સામે પાસા  હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસે વ્યાજખોરી, શરીર સંબંધી અને મહિલા છેડતી જેવા ગુના આચરનારા અન્ય તત્વોનું લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે. આગામી સમયમાં આ ગુનેગારો સામે પણ પાસાનું શસ્ત્ર ઉગામી કડકમાં કડક પગલાં ભરવાનો તખ્તો તૈયાર કરી લેવાયો છે.

App Store