VIDEO: ભાવનગર નકલી દારૂ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે રૂટ અંગે તપાસ હાથ ધરી
સોર્સ : gstv
ભાવનગર નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધતા અમદાવાદ રૂરલ પોલીસ એક્શનમાં આવી છે. તપાસ દરમિયાન નકલી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટથી ભાવનગર પહોંચ્યો હોવાની શંકા છે. આ જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં પહોંચ્યો હોવાની આશંકાના પગલે પોલીસે કડક પગલાં લીધા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ સરપંચો સાથે ખાસ બેઠક યોજી હતી. બેઠકમાં કોઈ પણ નાગરિક દારૂ ન પીવે તેવી ગંભીર અપીલ કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પોલીસે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે દારૂના 177થી વધુ કેસ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

