Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, SG Highway area received heaviest rainfall

VIDEO: અમદાવાદમાં SG હાઈવે વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો, સરખેજમાં 12 ઇંચ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મેઘરાજાએ અમદાવાદને ઘમરોળ્યું છે. અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદમાં SG હાઈવે પર આવેલા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. શહેરમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ સરખેજ વોર્ડમાં પડ્યો છે. જયારે બોપલ અને જોધપુરમાં 10-10 ઇંચ વરસાદ પડ્યો છે. થલતેજ-ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સૌથી ઓછો સવા બે ઇંચ વરસાદ કઠવાડામાં નોંધાયો છે. 

App Store

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. લૉ ગાર્ડન, એસ.જી. હાઇવે સહિતના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કર્ણાવતી ક્લબથી ઈસ્કોન બ્રિજ વચ્ચેના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સોશિયલ મીડિયા પર પાણી ભરાવાના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. જોકે, સંબંધિત તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદ નગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી. વડાપ્રધાને રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની રાહત, બચાવ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અંગે ગુજરાતને તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી.