Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Humanity Shame in Ahmedabad Rural Second Newborn Baby Found Unvaccinated in 5 Days

VIDEO: અમદાવાદ ગ્રામ્યમાં માનવતા શરમાઈ 5 દિવસમાં બીજું નવજાત બાળક બિનવારસી મળ્યું

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. છેલ્લા પાંચ જ દિવસમાં બે-બે નવજાત બાળકો બિનવારસી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં વટામણ ગામ નજીક સાબરમતી નદીના પુલ નીચેથી ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ અને કોઠ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ૧૦૮ની ટીમે પ્રાથમિક સારવાર આપી બાળકને તારાપુર હોસ્પિટલ ખસેડ્યું હતું. હજુ તો બાવળામાં બાવળની ઝાડીઓમાંથી બાળકી મળવાની ઘટના બની હતી, ત્યાં જ બીજી ઘટના સામે આવતાં સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે. લોકો માસુમ જીવોને ત્યજી દેનારા નિર્દયી તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

App Store