Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : huge tree fell on a car due to strong winds in Ahmedabad; BJP president rescue

VIDEO: અમદાવાદમાં ભારે પવનથી વિશાળ વૃક્ષ કાર પર પડ્યું; શહેર ભાજપ પ્રમુખનો આબાદ બચાવ, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી છે. આ કુદરતી આફત વચ્ચે શહેર ભાજપના બે મોટા નેતાઓનો ચમત્કારિક બચાવ થયો છે. શહેર પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રી દર્શક ઠાકર પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાલુ વાહન પર એક વિશાળ લીમડાનું ઝાડ ધરાશાઈ થયું હતું.

App Store

આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, બંને નેતાઓ સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા, જોકે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા જ કાર્યકરો અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભારે વરસાદમાં ઝાડ પડવાની આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે, પરંતુ હાલમાં બંને નેતાઓ હેમખેમ હોવાથી પક્ષના કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો છે.