VIDEO: ધરોઈ-સતલાસણા રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલી કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
સોર્સ : gstv
ધરોઈ-સતલાસણા રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલી કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઇક પર સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે વડાલી નજીકના સૂરજપુર ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં ઠાકોર વિજયજી ભુપતજી સહિત ભટીબેન, મનીષાબેન અને લાસુબેનનો સમાવેશ થાય છે. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સતલાસણા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળે ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

