VIDEO: કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જાણો કેટલા રૂપિયા સુધી પહોંચ્યા ભાવ
સોર્સ : gstv
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના વધતા ભાવ ગૃહિણીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. તાપમાનમાં વધારા સાથે બજારમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે, જેના કારણે ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એપીએમસીમાં હોલસેલ દરે લીંબુ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો મળે છે, જ્યારે રિટેલ બજારમાં તેનો ભાવ 250 થી 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિસ્તાર અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળે છે. ગરમીમાં લીંબુની વધતી માંગને કારણે ભાવ ઊંચા જઈ રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓ પર આર્થિક ભાર વધતો જોવા મળી રહ્યો છે.

