VIDEO: સુભાષ બ્રિજના સ્પાનને તોડવાની કામગીરી પૂરજોશમાં, જર્જરિત ભાગોને દૂર કરાયા
સોર્સ : gstv
અમદાવાદમાં વિવાદાસ્પદ સુભાષ બ્રિજના સ્પાનને તોડવા અને મરામત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મરામત શરૂ કરતાં પહેલાં નદીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું છે અને મશીનરી દ્વારા જર્જરિત ભાગોને દૂર કરવાની પ્રક્રિયા તેજ બની છે.
તંત્ર દ્વારા હયાત બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે અને તેની બંને બાજુએ નવા બે-લેનવાળા સમાંતર બ્રિજ બનાવવાની યોજના છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૨૩૫ થી ૨૪૦ કરોડ રૂપિયા છે. બ્રિજનું સ્ટ્રક્ચર મજબૂત કરવાની કામગીરી જાન્યુઆરી ૨૦૨૭ સુધી પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ બ્રિજ આઠ લેનનો બની ટ્રાફિક સમસ્યા હળવી કરશે.

