Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Horrific accident on Dhandhuka-Dholera highway: Sumo car full of TATA company engineers overturns, 5 injured

VIDEO: ધંધુકા-ધોલેરા હાઇવે પર ભયાનક અકસ્માત: TATA કંપનીના ઈજનેરોથી ભરેલી સુમો કાર પલટી, ૫ જણા ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધંધુકા-ધોલેરા હાઇવે પર આવેલ રોજકા ગામ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોલેરા TATA કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલી એક ટાટા સુમો કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પાંચ જેટલા ઈજનેરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

App Store

108ની ત્વરિત કામગીરી, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તુરંત જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ધંધુકા 108 એમ્બ્યુલન્સ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108 ની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ પાંચેય ઈજાગ્રસ્ત ઈજનેરોને વધુ સારવાર અર્થે નજીકની RMS હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત

અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી પલટી ગયેલી કારને રસ્તા પરથી હટાવીને વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત તમામ કર્મચારીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News