Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : High Court seeks clarification from government on status of ponds and water body

VIDEO: તળાવો અને વોટર બોડીની સ્થિતિ અંગે હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં રાજ્યની વોટર બોડીની સ્થિતિ અને જાળવણી મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. રાજ્યભરના તળાવો અને અન્ય વોટર બોડીની અગાઉની તથા હાલની સ્થિતિની સરખામણી કરવા હવે ISROની મદદ લેવામાં આવશે. આ મામલે ISROને પક્ષકાર તરીકે જોડવાનો પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. રાજ્યની તમામ વોટર બોડી અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ અપાયો છે. વર્ષ 2002માં કોર્ટના આદેશ છતાં 24 વર્ષ બાદ પણ અમલ ન થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. દ્વારકા કલેક્ટર અને સંબંધિત વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને કોર્ટમાં હાજર થવા તેડું કરવામાં આવ્યું છે.

App Store