Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Permanent solution to Pavagadh's water problem, work to deepen lakes begins

VIDEO : પાવાગઢની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ, તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર દર વર્ષે ઉનાળા દરમિયાન સર્જાતી પાણીની ઘેરી સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા તળાવો ઊંડા કરવાનું પ્રશંસનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાવાગઢ ડુંગર પર પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા ઐતિહાસિક છાશિયા અને દૂધિયા તળાવમાં વર્ષોથી પુરાણ થઈ જવાને કારણે તેમની જળ સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી. પરિણામે, ઉનાળો શરૂ થતાં જ બંને તળાવો સુકાઈ જતાં અને હાલમાં એકપણ જળાશયમાં પાણી બચ્યું નથી. ડુંગર પર રહેતા સ્થાનિકો પાણી માટે માત્ર એક કુવા પર નિર્ભર બન્યા છે, જ્યારે અહીં આવતા લાખો યાત્રિકોને પણ પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરવો પડતો હતો. આ ગંભીર સમસ્યાને કાયમ માટે નિવારવા માટે હવે બંને મુખ્ય તળાવોને તાત્કાલિક ધોરણે ઊંડા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newspavagadhpani