VIDEO: અમદાવાદમાં રિક્ષાના ખડકલા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ
સોર્સ : gstv
અમદાવાદ શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર રિક્ષાઓના ખડકલા મુદ્દે હાઈકોર્ટે કન્ટેમ્પટ પીટીશન દરમિયાન ગંભીર ટકોર કરી છે. કોર્ટે જણાવ્યું કે કાલુપુરથી કારગીલ પેટ્રોલ પંપ સુધી રિક્ષાઓના કારણે રોડ પહોળા હોવા છતાં હાલાકી ભોગવવી પડે છે ..વળતા જવાબમાં સરકારી વકીલે જણાવ્યું કે લારી-ગલ્લાં અને રિક્ષાઓ ઊભી ન રહે તે માટે કાલુપુર સહિતના રસ્તાઓ પર સળંગ રેલિંગ્સ લગાવવામાં આવી રહી છે.

