VIDEO: અમદાવાદમાં ભારે વરસાદ: ઝુંડાલ પાસે અપોલો સ્કૂલની બસ પાણીમાં ફસાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં ઝુંડાલ વિસ્તાર આગળ અપોલો સ્કૂલની બસ પાણી ભરાવાને કારણે અચાનક બંધ પડી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સવાચેતીના ભાગરૂપે બસમાં સવાર તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોને પાણીમાંથી સલામત સ્થળે પહોંચાડવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો અને તેમને ટ્રેક્ટરમાં બેસાડીને લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ બાળકો હેમખેમ પોતાના ઘરે પહોંચી શક્યા છે.

