Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rain forecast in Gujarat, red alert in 16 districts, orange alert in all remaining districts

VIDEO: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ, બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક (બપોરે 1:00 થી 4:00 વાગ્યા) માટે સમગ્ર ગુજરાતમાં નાઉકાસ્ટ (Nowcast) બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પર સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ' જાહેર કર્યું છે, જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

App Store

16 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગના ચાર્ટ અનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના 16 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભાવનગરમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ

રાજ્યના બાકી રહેતા તમામ જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનો પટ્ટો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

વહીવટી તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

હવામાન વિભાગના નાઉકાસ્ટ બુલેટિન બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ટીમોને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વીજળીના થાંભલા કે વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે.