VIDEO: ગુજરાત હાઈકોર્ટમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાની સજા મામલે સુનાવણી
ફોરેસ્ટ ઓફિસર પર હુમલો કેસમાં નર્મદા કોર્ટે ફટકારેલી સજા પર સ્ટે મેળવવા હાઈકોર્ટ ગયેલા ચૈતર વસાવાના કેસ પર સુનાવણી થઈ હતી... હાઈકોર્ટમાં આ મામલે બે કલાકથી વધુ સમય સુધી વકીલો વચ્ચે દલીલો કરવામાં આવી હતી. ચૈતર વસાવાના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ તેમની અરજીના સમર્થનમાં સક્ષમ પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની અગાઉની કાર્યવાહી બાદ હવે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે દલીલો રજૂ કરવામાં આવશે. આ કેસની વિસ્તૃત સુનાવણી અને આગળની કાર્યવાહી હવે આગામી શુક્રવારે હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનિય છેકે, નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કેસમાંનર્મદા કોર્ટ સાત વર્ષની સજા ફટકારી છે...જે બાદ તેમણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે...

