VIDEO: અમદાવાદીઓ ગરમીમાં ડીશ-ગોલા ખાતા હોવ તો ચેતજો, બરફની ફેક્ટરીઓમાં આરોગ્ય વિભાગના દરોડા
સોર્સ : gstv
અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે બરફનો વપરાશ વધતા AMCનું હેલ્થ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેક્ટરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળામાં ઠંડા પીણાં અને ગોળામાં બરફનો ઉપયોગ વધુ થતો હોય છે, જેનો લાભ લઈ કેટલાક એકમો અખાદ્ય બરફ પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. તપાસ દરમિયાન અધિકારીઓએ બરફ બનાવવા માટે વપરાતા પાણીના નમૂના લીધા હતા. ખાસ કરીને પાણીમાં ક્લોરિનનું પ્રમાણ યોગ્ય છે કે કેમ અને ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા જળવાય છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.

