VIDEO : ગુજરાત ST નિગમે બસના ભાડામાં ઘટાડાની કરી જાહેરાત, ભાવનગર- સુરતના મુસાફરોને મોટો ફાયદો
સોર્સ : gstv
અમદાવાદથી ભાવનગર અને સુરત વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ST નિગમે બસના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચેનું વોલ્વો ભાડું 351 રૂપિયાથી ઘટાડીને 337 રૂપિયા કરવામાં આવ્યું છે, જ્યારે નહેરુનગરથી સુરતનું ભાડું 748 રૂપિયાથી ઘટાડીને 687 રૂપિયા નક્કી કરાયું છે. ભાવનગર રૂટમાં 14 રૂપિયા અને સુરત રૂટમાં 61 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવા હાઈવે અને માર્ગ પરિવર્તનને કારણે બંને શહેરો વચ્ચેનું અંતર ઓછું થતાં GSRTCએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુસાફરોમાં આ નિર્ણયને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

