Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 100 kg of silver seized from a man going from Geeta Mandir to Rajkot in a luxury bus

Ahmedabad: ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા શખ્સ પાસેથી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ એરપોર્ટ પરથી 10 કરોડ રૂપિયાની ચાંદી ઝડપાયા બાદ હવે સ્ટેટ જીએસટી વિભાગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના ગીતા મંદિરથી લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શખ્સ પાસેથી કોથળા ભરેલી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

App Store

ગીતા મંદિરથી લક્ઝરી બસ મારફતે હેરાફેરી

મળતી માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી ખાનગી લક્ઝરી બસમાં ચાંદીની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગીતા મંદિર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખસને અટકાવવામાં આવ્યો હતો. તેની પાસે રહેલા કોથળા ભરીની તપાસ કરતા તેમાંથી 100 કિલો ચાંદી મળી આવી હતી.

80 ટકા જથ્થાના કોઈ બિલ નહીં!

જીએસટી વિભાગની પ્રાથમિક તપાસમાં આ ચાંદીના જથ્થા અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા ચાંદીના કુલ જથ્થામાંથી 80 ટકા જથ્થાનું કોઈ પાકું બિલ, હિસાબ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. આટલી મોટી માત્રામાં ચાંદી પકડાઈ હોવા છતાં, હજુ સુધી કોઈ વેપારીએ આ માલ પોતાનો હોવાનો સત્તાવાર દાવો કર્યો નથી. હાલમાં ગીતા મંદિરથી પકડાયેલી 100 કિલો ચાંદી મામલે સ્ટેટ જીએસટીએ તપાસ શરૂ કરી છે.