VIDEO: Ahmedabad / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાલઘૂમ; આડેધડ થઈ રહેલા વૃક્ષોના નિકંદન મામલે તંત્રનો ઉધડો લીધો
સોર્સ : GSTV
અમદાવાદમાં વૃક્ષોના આડેધડ થઈ રહેલા નિકંદન મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક વલણ અપનાવી તંત્રનો ઉધડો લીધો છે. એક તરફ પર્યાવરણ બચાવવા દેશભરમાં વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં થઈ રહેલા આડેધડ વૃક્ષ છેદન અંગે નારાજગી વ્યક્ત કરી અમિત શાહે બગીચા વિભાગના અધિકારીઓની જોરદાર ઝાટકણી કાઢી હતી ગૃહમંત્રીએ કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકો અને જાહેરાત એજન્સીઓની મનમાની પર તાત્કાલિક અંકુશ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને કડક આદેશો આપ્યા છે.

