Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Metro will now run till 11 pm, decision taken to save fuel

Ahmedabad Metro હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે, ઈંધણની બચત કરવા લેવાયો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad Metro હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે, ઈંધણની બચત કરવા લેવાયો નિર્ણય
સોર્સ : gstv

વડાપ્રધાન મોદીની અપીલ તથા પેટ્રોલ ડીઝલની બચત કરવા અમદાવાદ મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જેથી લોકો રાત્રે પણ મેટ્રો વાપરી શકશે. વસ્ત્રાલ અને થલતેજથી છેલ્લી ટ્રેન 10ના બદલે 11 વાગે ઉપડશે. APMCથી 11.10, કોટેશ્વરથી 11 વાગ્યે  છેલ્લી ટ્રેન ઉપડશે. જ્યારે મહાત્મા મંદિરથી છેલ્લી ટ્રેનનો સમય 08.09થી વધારી રાત્રે 9 કલાક કરાયો છે.  

App Store

પૂર્વ-પશ્ચિમ કોરિડોર

•    વસ્ત્રાલગામથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૦ કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧ કલાકે ઉપડશે જે અન્વયે વધારાની ૩ સર્વિસ રાત્રે ૧૦:૨૦, ૧૦:૪૦ અને ૧૧ કલાકે વસ્ત્રાલગામ થી ઉપડીને થલતેજ ગામ જશે.

•    તે જ રીતે, થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે ૧૦ કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧ કલાકે ઉપડશે જે અન્વયે વધારાની ૩ સર્વિસ રાત્રે ૧૦:૨૦,૧૦:૪૦ અને ૧૧ કલાકે થલતેજ ગામથીઉપડીને વસ્ત્રાલગામ જશે.

ઉત્તર-દક્ષિણ કોરિડોર

•    એપીએમસી થી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૦:૧૦ કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧:૧૦ કલાકે ઉપડશે જે અન્વયે વધારાની ૩ સર્વિસ રાત્રે ૧૦:૩૦,૧૦:૫૦ અને ૧૧:૧૦ કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે.

•    તે જ રીતે, કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે ૧૦:૦૫ કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૧૧ કલાકે ઉપડશે જે અન્વયે વધારાની ૩ સર્વિસ રાત્રે ૧૦:૨૦,૧૦:૪૦ અને ૧૧ કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.

•    કોટેશ્વરથી મહાત્મા મંદિર,ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન રાત્રે ૦૭:૪૩ કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૯:૨૦ કલાકે ઉપડશે જે અન્વયે વધારાની ૨ સર્વિસ રાત્રે ૮.૧૭ અને ૯:૨૦કલાકે કોટેશ્વરથી ઉપડીને મહાત્મા મંદિર સુધી જશે.

•     મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેન રાત્રે ૦૮:૦૯ કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના ૯ કલાકે ઉપડશે જેમહાત્મા મંદિરથી ઉપડીને કોટેશ્વર થઈને એપીએમસી સુધી જશે.