VIDEO: ન્યાયિક સમયના વેડફાટ બદલ અરજદારને ગુજરાત હાઇકોર્ટનો રૂ.5 લાખનો દંડ
સોર્સ : gstv
ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગરના એક અરજદારને જાહેર હિતની અરજી કરવા બદલ રૂ.5 લાખનો દંડ ફટકાર્યો છે. અરજદારે વિસનગરની એસટીટી કોલેજની મૂળ જમીન વેચી દેવાઈ હોવાનો આક્ષેપ કરી ત્યાં મોલ બનાવવાની તૈયારી ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. અરજીમાં કોલેજનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ હતો. હાઇકોર્ટે નોંધ્યું કે અરજી માત્ર સાંભળેલી વાતો પર આધારિત હતી અને અરજદાર કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. ન્યાયિક સમયના વેડફાટ બદલ કોર્ટે અરજદારને ચાર અઠવાડિયામાં ₹5 લાખ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

