Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court allows 15-year-old rape victim of Dahod to have an abortion

VIDEO: દાહોદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં દાહોદની ૧૫ વર્ષ અને ૨૮ દિવસની દુષ્કર્મ પીડિત સગીરાને ગર્ભપાત કરાવવાની ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી છે. સગીરાના ગર્ભમાં ૧૪ અઠવાડિયા અને ૧ દિવસનો ગર્ભ હતો, જેને લઈને બીએનએસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પીડિતાના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને તેના વાલીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ સહિત નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે તો તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવા અને ડીએનએ ટેસ્ટ માટે ભ્રૂણના ટીશ્યુ સેમ્પલ તપાસ અધિકારીને સોંપવા માટે પણ કોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News