Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat has become a 'landing, trading and retailing hub' of drugs: Amit Chavda

ગુજરાત ડ્રગ્સનું 'લેન્ડિંગ, ટ્રેડિંગ અને રિટેલિંગ હબ' બન્યું: અમિત ચાવડા

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત ડ્રગ્સનું 'લેન્ડિંગ, ટ્રેડિંગ અને રિટેલિંગ હબ' બન્યું: અમિત ચાવડા
સોર્સ : gstv

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યમાં વ્યાપક બની રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને નશા મુક્ત ગુજરાતના નિર્માણ માટે મિસ કોલ નંબર (9909089365) જાહેર કર્યો હતો.

App Store

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે અને રાજ્યના તમામ લોકો ત્રસ્ત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નો માટે કિસાન આક્રોશ યાત્રા (11 જિલ્લામાં ભ્રમણ) અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા (7 જિલ્લામાં 1100 કિમીનું ભ્રમણ) દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

નશા મુક્તિની વ્યાપક માંગ

યાત્રા દરમિયાન લોકોને સૌથી મોટી રજૂઆત દારૂના દૂષણ અંગે આવી હતી. પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો કે રાજ્યમાં બૂટલેગરો બેફામ છે અને દારૂ-ડ્રગ્સના કારણે યુવાઓ બરબાદ થઈ રહ્યા છે. લોકોની એક જ માંગ છે કે ગુજરાત નશા મુક્ત થવું જોઈએ. ચાવડાએ દારૂ અને ડ્રગ્સના હપ્તા લેનારા પોલીસ અધિકારીઓ અને સરકારના મંત્રીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. 

ગુજરાત ડ્રગ્સનું 'લેન્ડિંગ, ટ્રેડિંગ અને રિટેલિંગ હબ' બન્યું: અમિત ચાવડા

અમિત ચાવડાએ રાજ્યમાં ડ્રગ્સના વ્યાપ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું છે. ફાર્મા કંપનીની આડમાં ડ્રગ્સ બની રહ્યું છે, અને તે આજે ચાની લારીઓ પર પણ મળી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત આજે ડ્રગ્સનું લેન્ડિંગ હબ, ટ્રેડિંગ હબ અને રિટેલિંગ હબ બની ગયું છે.  NSUI દ્વારા "Say To No DRUG" નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રદેશ મહિલા કોંગ્રેસ પણ જિલ્લા-તાલુકા મથકે જઈ મહિલાઓની રજૂઆતો સાંભળશે. આ દૂષણ નાથવા માટે મહિલા કોંગ્રેસ 'જનતા રેડ' પણ કરશે. 

ભવિષ્ય માટેની લડાઈ: મિસ કોલ નંબર જાહેર

કોંગ્રેસે હપ્તા રાજ વાળી પોલીસ અને સરકારને ખુલ્લી પાડવા માટે લોકોના ડરને દૂર કરવા એક મિસ કોલ નંબર જાહેર કર્યો છે:

નશા મુક્ત ગુજરાત માટે માહિતી આપવા 9909089365

કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા અને ભવિષ્ય માટે આ લડાઈને નિર્ણાયક તબક્કામાં લઈ જવાનો સંકલ્પ કર્યો છે.

વિપક્ષના અન્ય નેતાઓના પ્રહાર

જીગ્નેશ મેવાણી: તેમણે ડ્રગ્સના આંકડા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનો અને વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓમાં રહેલા વિસંગતતા પર સવાલ ઉઠાવ્યો. તેમણે મુખ્યમંત્રીને રાજીનામું આપવાની માંગ કરી અને ગુજરાતમાં દારૂ-જુગારના અડ્ડાઓ અને કૂટણખાના નહીં ચાલે તેની બાંહેધરી આપવા જણાવ્યું. તેમણે લોકોને કોંગ્રેસના સિપાહી બનવા આહ્વાન કર્યું.

ઇન્દ્રવિજયસિંહ ગોહિલ (કાર્યકારી પ્રમુખ): તેમણે ચિંતા વ્યક્ત કરી કે આજે પંજાબ બાદ ગુજરાત પણ 'ઉડતા ગુજરાત' બની ગયું છે. તેમણે સરકાર પાસે જવાબ માંગ્યો અને કહ્યું કે ડ્રગ્સ માટે કોલેજ કેમ્પસ મોટું માર્કેટ બન્યા છે. કોંગ્રેસ ગુજરાતના 200 કેમ્પસમાં જઈ યુવાઓને નશાથી દૂર કરવા પ્રતિજ્ઞા લેવડાવશે.

કોંગ્રેસના નેતાઓએ લોકોને આ મિસ કોલ નંબર પર દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર કે કૂટણખાનાની માહિતી આપવા વિનંતી કરી છે.