Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Congress's Jan Aakrosh Yatra begins from Banaskantha

Banaskantha news: કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ, અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ, અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : GSTV

બનાસકાંઠાથી પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર  આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી, પરંતુ પ્રજાનાં વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે. પ્રજાના અનેક મુદ્દાઓને લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

App Store

યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા 

જનતાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે. બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઈક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલીઓ, બેરોજગારી, મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને આ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ મત મેળવવાનો નથી, પરંતુ પ્રજાનાં વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ પહોંચાડવાનો છે.