VIDEO: ગુજરાત સરકાર હાઈરાઈઝ બિલ્ડિંગો માટે લાવશે નવો CGDCR, ફાયર સેફ્ટી પર ખાસ ભાર
ગુજરાતમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં નવો કોમન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન લાવવા જઈ રહી છે, જેની માહિતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી છે. હાલ નવા કોમ્પ્રીહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ એટલેકે CGDCR નો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ફાયર સંદર્ભે સલામતી અને કટોકટી વ્યવસ્થાપનને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. આ નવા નિયમો અંતર્ગત હવે નવી બનતી ઊંચી ઇમારતોમાં દર ત્રણ માળ પછી એક માળ સંપૂર્ણપણે ખાલી રાખવાની વિશેષ જોગવાઈ કરવામાં આવશે. આનાથી ભવિષ્યમાં આગ જેવી અણધારી ઈમરજન્સી કે દુર્ઘટના સર્જાય ત્યારે બિલ્ડિંગમાં રહેતા લોકો તાત્કાલિક સુરક્ષિત રીતે ઘરની બહાર નીકળીને કોઈ એક નિશ્ચિત જગ્યાએ એકઠા થઈ શકે તેવી સુવિધા મળશે, જેથી જાનમાલનું જોખમ ટાળી શકાય.

