Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / Turkey's blow to Saudi on Iran issue! Dharmendra Pradhan's explanation on resignation, big PTC admission scam in Gujarat!

VIDEO: NEWS AFTERNOON / ઈરાન મુદ્દે સાઉદીને તૂર્કિયેનો ઝટકો! ધર્મેન્દ્ર પ્રધાનનો રાજીનામા પર ખુલાસો, ગુજરાતમાં PTC એડમિશનનું મોટું કૌભાંડ!

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોજતબા ખામેનેઈનો વાયરલ વિડિયો અસલી કે ફેક?

App Store

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની નાજુક સ્થિતિ વચ્ચે વાયરલ થયેલા વિડિયોને નિષ્ણાતો જૂનો ગણાવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં પિતાના નિધન બાદથી મોજતબા જાહેરમાં આવ્યા નથી. ઈરાન સરકાર આ ગેરહાજરી પાછળ સુરક્ષાનું કારણ આપે છે, પરંતુ તેમની તંદુરસ્તી અંગે સસ્પેન્સ અકબંધ છે.

ઈરાન મુદ્દે સાઉદીને તૂર્કિયેનો ઝટકો!

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચેના નવા સંરક્ષણ જોડાણમાં મોટો વળાંક આવ્યો છે. તૂર્કિયેના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ઈરાન કે કોઈ અન્ય દેશ વિરુદ્ધ નથી. એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ એક દેશ પર હુમલો એ ત્રણેય દેશો પર હુમલો ગણાશે નહીં.

ધર્મેન્દ્ર પ્રધાનનો રાજીનામા પર ખુલાસો

પર લીક વિવાદ વચ્ચે રાજીનામું આપ્યા બાદ પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે યુવાનોને ગુમરાહ કરવામાં આવ્યા હતા. પોતાના માટે મંત્રી પદ ક્યારેય મહત્વનું નહોતું અને તેમણે સ્વેચ્છાએ વડાપ્રધાનને રાજીનામું આપવાની રજૂઆત કરી હતી.

આંધ્રપ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાઈવેટ વોલ્વો બસ ટ્રક સાથે અથડાયા બાદ અંકુશ ગુમાવીને પોગુરૂ પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોનો કૂચેકૂચો નીકળી ગયો હતો અને 40 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે.

ગુજરાતમાં PTC એડમિશનનું મોટું કૌભાંડ!

ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે મોટું કૌભાંડ સામે આવ્યું છે. 97 હજારથી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ, માન્યતા રદ થયેલી 70 જેટલી પીટીસી કૉલેજોને ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓ ફાળવી દેવાયા છે. આટલું જ નહીં, આ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા લઈને માર્કશીટ પણ આપી દેવાતાં મોટો વિવાદ સર્જાયો છે.

ગુજરાતમાં વરસાદની અછત

ગુજરાતમાં મોસમનો 70 ટકા વરસાદ નોંધાયો છે, છતાં અસમાન વિતરણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યું છે. હાલમાં રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની ઘટ છે, જેમાંથી 9 જિલ્લાઓમાં તો 30 ટકાથી પણ વધુ વરસાદી ઘટ નોંધાતાં ખેડૂતો અને તંત્રની ચિંતા વધી ગઈ છે.