Ahmedabad: લેઉઆ પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, 28 ડિસેમ્બરે નિકોલમાં યોજાશે મહાસંમેલન

સોર્સ : GSTV
ખોડલધામ-કાગવડના ઐતિહાસિક કાર્યક્રમ બાદ હવે અમદાવાદમાં લેઉઆ પાટીદાર સમાજ પોતાનું ભવ્ય શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આગામી 28 ડિસેમ્બરના રોજ સમસ્ત લેઉઆ પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે.
આ મહાસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરવાનો છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા અને કમલેશ પટેલનું સમ્માન કરવામાં આવશે. અમદાવાદના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે. ગઈ કાલે મોડી સાંજે મહાસંમેલન સંદર્ભે સમસ્ત અમદાવાદ લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખો અને કાર્યકર્તાઓની બેઠક મળી

