Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gram Sevaks' phased agitation against the government and black belt protest

VIDEO: સરકાર સામે ગ્રામસેવકોનું તબક્કાવાર આંદોલન અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગરમાં ગ્રામસેવકો અને સરકાર વચ્ચેનો વિવાદ ઘેરો બન્યો છે, જ્યાં સાણંદમાં ગ્રામ સેવકોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા અપાયેલી સાત દિવસની અલ્ટીમેટમની મુદત પૂરી થવા છતાં સરકારે કોઈ હકારાત્મક ઉકેલ ન લાવતા રાજ્યવ્યાપી આંદોલનનું બ્યુગલ ફૂંકાયું છે. અન્ય કેડરના કામગીરીનું અનાવશ્યક દબાણ દૂર કરવા અને પગાર ધોરણ વધારવા જેવી પડતર માંગણીઓ અંગે તંત્ર દ્વારા ઉપેક્ષા કરાતી હોવાનો આક્ષેપ છે. આંદોલનની રૂપરેખા મુજબ ૦૯ સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરવાથી શરૂ થયેલો આ વિરોધ આગામી દિવસોમાં આવેદનપત્ર, વૉટ્સએપ ગ્રુપ છોડવા, ઓનલાઈન કામગીરી બહિષ્કાર, પેન ડાઉન, માસ સી.એલ. અને અંતે બીજી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે..

App Store