VIDEO: ગીતા જયંતિએ 25 હજાર ગીતા બહેનોને એકમંચે લાવી વિશ્વવિક્રમનો પ્રયાસ
સોર્સ : gstv
અમદાવાદમાં ગીતા જયંતિના પાવન પર્વે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી ભગવદ્ ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 20 ડિસેમ્બર 2026ના રોજ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર ભારતમાંથી ‘ગીતા’ નામ ધરાવતી 25 હજાર બહેનોના મહાસંગમનું આયોજન કરાયું છે. વર્ષ 2023માં 4 હજાર 715 ગીતા બહેનોને એકત્ર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જાયા બાદ હવે નવો વિશ્વવિક્રમ સ્થાપવાનો પ્રયાસ થશે. કાર્યક્રમમાં મહાયજ્ઞ, ગીતાના શ્લોકોનું સામૂહિક ગાન, રક્તદાન મહાઅભિયાન, યોગ અને આરોગ્ય જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે. વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર ગીતા બહેનોનું સન્માન પણ કરાશે. આ આયોજનનો ઉદ્દેશ ગીતાના શાશ્વત સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે.

