Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gang of thugs duped young man of lakhs by luring him to do hotel review task on Telegram

Ahmedabad news: ઠગ ટોળકીએ યુવાનને ટેલિગ્રામ પર હોટેલ રિવ્યૂ ટાસ્ક કરાવવાની લાલચ આપી લાખો પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ઠગ ટોળકીએ યુવાનને ટેલિગ્રામ પર હોટેલ રિવ્યૂ ટાસ્ક કરાવવાની લાલચ આપી લાખો પડાવ્યા
સોર્સ : gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય બી.કોમ વિદ્યાર્થી સાથે ઓનલાઈન ટાસ્કના નામ પર રૂપિયા 7 લાખથી વધુની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ઠગ દ્વારા ટેલિગ્રામ પર હોટેલ રિવ્યૂ ટાસ્ક કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થી સાથે આ ફ્રોડ 7 જૂનથી 10 જૂન 2025 વચ્ચે થયો હતો. યુવકે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

App Store

મળતી વિગતો પ્રમાણે, ફરિયાદી યુવકને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી 'વર્ક ફ્રોમ હોમ'ની ઓફર કરવામાં આવી હતી. પોતે HR હોવાનું જણાવનાર વ્યક્તિએ ગૂગલ પર હોટેલ રિવ્યૂ આપી સારો નફો મળશે તેવી વાત કરી હતી. સાથે જ એક લિંક પણ મોકલવામાં આવી હતી, જેના દ્વારા યુવકે ટાસ્ક શરૂ કર્યા હતા. શરૂઆતના ત્રણ ટાસ્ક પૂરા કરતાં યુવકના કોટક બેંક ખાતામાં રૂપિયા 150 જમા થયા હતા. ત્યારબાદ તેને ટેલિગ્રામમાં જોડાવા માટે બીજી લિંક મોકલવામાં આવી, જેને ક્લિક કરતા તે લિંક્ડઈન નામના ગ્રુપમાં જોડાયો હતો.

 પ્રીપેડ ટાસ્ક તરીકે યુવકને રૂપિયા 1000 જમા કરાવવા કહેવામાં આવ્યું

આ ગ્રુપમાં ‘શેરોન’ અને ‘મનિષકુમાર’ નામથી જોડાયેલા લોકો વિવિધ ટાસ્ક આપવા લાગ્યા હતા. પહેલા પ્રીપેડ ટાસ્ક તરીકે યુવકને રૂપિયા 1000 જમા કરાવવા કહેવામાં આવ્યું, અને ટાસ્ક પુરૂ થતાં તેને રૂપિયા 1420 પરત મળ્યા હતા. આથી યુવકનો વિશ્વાસ વધી ગયો અને નફા કમાવાની લાલચે તેણે પોતાના, તેના માતા અને પિતાના બેંક ખાતાઓમાંથી વિવિધ રકમો મોકલવા શરૂ કર્યા હતા.

 યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

ટેલિગ્રામ પર મોકલવામાં આવેલા જુદા જુદા એકાઉન્ટમાં કુલ રૂપિયા 7,10,100 ટ્રાન્સફર કર્યા બાદ યુવકને માત્ર રૂપિયા 1,570 જ પરત મળ્યા હતા. જ્યારે યુવકે મોટી રકમ પ્રોફીટ સાથે ઉપાડવા માંગણી કરી, ત્યારે ઠગોએ વિવિધ ચાર્જના નામે વધુ પૈસા ભરવા પડશે કહી નાણાં ઉપાડવા અટકાવ્યા. અંતે યુવકને સમજાયું કે તે છેતરાયો છે. આ પછી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.