VIDEO: સાણંદ GIDCની કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, લાખોનો સામાન બળીને ખાખ
સોર્સ : gstv
અમદાવાદના સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આઈપીડી કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો છે. કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાણંદ જીઆઈડીસીના વન્ડર ગેટ પાસે આવેલી આ ખાનગી કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેમાં રહેલા પાર્ટ્સની ટ્રોલીઓ સહિતનો સામાન જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના વાહનો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

