VIDEO: Ahmedabad / ચાની કિટલીની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા ભભૂકી આગ; સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
સોર્સ : GSTV
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. ચાની કિટલીની દુકાનમાં ગેસનો બાટલો લીકેજ થવાને કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તરત જ સતર્કતા દાખવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગના કારણે દુકાનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

