VIDEO: ધોળકામા કેમિકલયુક્ત પાણી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે કલેક્ટરને મળવા રવાના
સોર્સ : gstv
ધોળકા તાલુકામાં નગરપાલિકાના ગંદા અને ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીથી ત્રસ્ત ખેડૂતોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ખેડૂત આગેવાનોની આગેવાનીમાં વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો…પ્રાંત અધિકારી તરફથી કોઈ નક્કર લેખિત બાંહેધરી ન મળતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેડૂતોનો આરોપ છે કે STP પ્લાન્ટ હોવા છતાં દૂષિત પાણી સીધું ગામડાઓમાં છોડાવાથી પીવાનું અને ખેતીનું પાણી પ્રદૂષિત થયું છે. લેખિત આશ્વાસન ન મળતા જીગ્નેશ મેવાણી અને ખેડૂત પ્રતિનિધિઓ કલેક્ટરને રૂબરૂ મળવા રવાના થયા છે.

