Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Farmers' movement against barren land and cancer with chemical water in four villages of Dholka

VIDEO: ધોળકાના ચાર ગામોમાં કેમિકલ પાણીથી બંજર જમીન અને કેન્સરના વિરોધમાં ખેડૂતોનું આંદોલન

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ધોળકા તાલુકામાં દૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને 4 ગામના લોકો અને ખેડૂતો ખેતરમાં આંદોલન પર બેઠા છે. ધોળકા નગરપાલિકાનું ગટરનું અને ફેક્ટરીઓનું કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં ફરી વળતા 'ગુલાબની નગરી' તરીકે ઓળખાતા આ ગામોની જમીન તદ્દન બંજર બની ગઈ છે. દૂષિત પાણી જમીનમાં ઉતરતા પીવાના પાણી અને સિંચાઈના બોર પણ દૂષિત થઈ ગયા છે, જેને લીધે અનેક લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી મોતને ભેટ્યા હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે. છેલ્લા 15 વર્ષથી ચાલતી આ સમસ્યા સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના સેમ્પલ રિપોર્ટ પણ શંકાના દાયરામાં છે. જ્યાં સુધી કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગામ લોકોએ ચીમકી આપી છે.

App Store