VIDEO: ધોળકા તાલુકાના પાંચ ગામોમાં દૂષિત કેમિકલયુક્ત પાણી સામે ખેડૂતોનું આંદોલન ૧૧મા દિવસે અત્યંત આક્રમક
સોર્સ : gstv
ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા સહિતના પાંચ ગામોમાં દૂષિત કેમિકલયુક્ત પાણી સામે ખેડૂતોનું આંદોલન ૧૧મા દિવસે અત્યંત આક્રમક બન્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી ઠલવાતા ગંદા પાણીથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થતા કેન્સર અને ચામડીના રોગોથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. શાળાના દૂષિત બોરના પાણીથી બાળકોને બચાવવા વાલીઓએ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો શાળા બહિષ્કાર કરી મધ્યાહન ભોજન બંધ કરાવ્યું છે. આંદોલનને ભીમ આર્મી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન મળ્યું છે. ગેનીબેને સ્થાનિક ધારાસભ્ય અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂતોએ માંગણીઓ પૂરી ન થાય તો ધારાસભ્યના ઘરે ગંદુ પાણી ઠાલવવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

