Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Epidemic worsens between double seasons in Ahmedabad: 496 cases of dengue reported

VIDEO: અમદાવાદમાં બેવડી ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો: ડેન્ગ્યુના ૪૯૬ કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ માસ દરમિયાન મલેરિયાના ૯૨ અને ડેન્ગ્યુના ૪૯૬ જેટલા નોંધપાત્ર કેસો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. AMCના મલેરિયા વિભાગ દ્વારા ૧૨૯૮ કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૪૬ સ્થળો પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કુલ ૬ લાખનો દંડ વસૂલાયો છે. જેમાં સેપ્ટ યુનિવર્સિટીને ૨૫ હજાર તેમજ એલ.એમ. ફાર્મસી કોલેજ અને ખાડિયાના ગિરીશ કોલ્ડ્રિંક્સને ૫ હજારનો દંડ ફટકારાયો છે. તંત્ર દ્વારા નાગરિકોને ઘરની છત, કુંડાં કે અગાશીમાં પાણી ભરાઈ ન રહે તે માટે સાફ-સફાઈ રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

App Store