VIDEO: અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ: વટવા વિસ્તારમાં જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં ફરીવાર બેફામ બનેલા સ્ટંટબાજોની જોખમી હરકતો સામે આવી છે. શહેરના વટવા વિસ્તારમાં એક કારચાલક દ્વારા જાહેરમાં અત્યંત જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..….પ્રાથમિક માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાની ઘેલછામાં કેટલાક યુવાનો કાયદા અને ટ્રાફિક નિયમોની પરવા કર્યા વગર જીવના જોખમે આવા સ્ટંટ કરે છે. આ વાયરલ વીડિયોને ધ્યાનમાં રાખીને હવે પોલીસ આવા જોખમી સ્ટંટબાજો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી ક્યારે અને કેવી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

