કલ્પતરુ ગ્રુપના અમદાવાદ અને UP સહિત ત્રણ સ્થાનો પર EDની રેડ, 6 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

દેશભરમાં ED, CBI જેવી તપાસ એજન્સીઓની અલગ અગલ સ્થાનો પર રેડ પાડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. અવારનવાર આ પ્રક્રારની સંસ્થાઓ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. એવામાં ફરી એક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા અમદાવાદ અને ઉત્તરપ્રદેશમાં રેડ પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કલ્પતરુ ગ્રુપ અને કંપનીઓ પર EDની કાર્યવાહી જોવા મળી છે.
ED લખનઉ ઝોનલ દ્વારા કુલ રૂ.6.17 કરોડની સંપત્તિ જપ્ત
27 માર્ચના રોજ ED લખનઉની ટીમના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રેડ પાડીને ED લખનઉની ટીમ દ્વારા સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ અને યુપીના કન્નોજમાં 3 સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે. ED લખનઉ ઝોનલ અધિકારીઓ દ્વારા કુલ રૂ.6.17 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

