Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Earthquake jolts Ahmedabad early morning, magnitude 2.6, no casualties reported!

Ahmedabadમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ, જાનહાનિના કોઈ સમાચાર નહીં!

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ, જાનહાનિના કોઈ સમાચાર નહીં!
સોર્સ : gstv

અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, 30 જુલાઈ વહેલી સવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા ધરાવતો આ આંચકો અનુભવાયો હતો.

App Store

કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

ISRના આંકડા અનુસાર, આજે સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી.

આ ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, વહેલી સવારે કેટલાક શાંત વિસ્તારોમાં રહીશોને હળવી ધ્રુજારીનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું છે.