Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dispute over transfer of school without prior permission in Ahmedabad, criminal offence to be registered against administrators

VIDEO: અમદાવાદમાં પૂર્વ મંજૂરી વિના સ્કૂલ ટ્રાન્સફર કરવાનો વિવાદ, સંચાલકો સામે ફોજદારી ગુનો નોંધાશે

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં શ્યામ ઘનશ્યામ સ્કૂલે પૂર્વ મંજૂરી લીધા વિના જ શાળાને કેશવ નગરથી જુહાપુરા ખાતે અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં ટ્રાન્સફર કરી દેતાં મોટો વિવાદ સર્જાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન પાસે શાળા ચલાવવાની કોઈ અધિકૃત મંજૂરી જ નથી. મંજૂરી ન હોવા છતાં શાળાના પરિસરમાં ગેરકાયદેસર રીતે "સરકાર માન્ય" હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ સામે ડીઇઓ (DEO) કચેરી કડક વલણ અપનાવીને બંને શાળાના સંચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરશે. આ ઉપરાંત, માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને અન્ય માન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.

App Store