VIDEO: અમદાવાદમાં ફ્લેટ મોર્ગેજના નામે ૧.૫ કરોડની ઠગાઈ
સોર્સ : gstv
અમદાવાદના મેમનગર વિસ્તારમાં ફ્લેટ મોર્ગેજ આપવાના નામે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ કાજલ વઘાસિયાએ હેમંગ શાહ સામે આક્ષેપ કર્યો છે કે ફ્લેટ મોર્ગેજ આપવાના નામે તેમની પાસેથી દોઢ કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. બદલામાં ખોટી સહીવાળા ચેક આપવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત નવરંગપુરા જૂની હાઇકોર્ટ ખાતે મિલકત વાપરવાના હકો, શેર સર્ટિફિકેટ અને કરાર કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં ન તો લીધેલા રૂપિયા પરત આપવામાં આવ્યા કે ન તો મિલકતના હકો સોંપવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે હેમંગ શાહ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

